સરકાર સોશિયલ સિક્યોરિટી કોડમાં બદલાવ કરી શકે છે. ગ્રેચ્યુટી મેળવવાના નિયમોમાં બદલાવ થઈ શકે છે. આ બદલાવ હેઠળ જો કર્મચારી કોઈપણ કંપનીમાં એક વર્ષ સુધી કામ કરે છે તો તે ગ્રેચ્યુટી મેળવવા હકદાર બને છે. હાલ ગ્રેચ્યુટીનો અધિકાર કર્મચારીને ત્યારે જ મળે છે, જ્યારે તે સતત પાંચ વર્ષ સુધી કોઈપણ કંપનીમાં નોકરી કરે છે. અને તે બાદ જ તે નોકરી છોડે છે તો. આ ઉપરાંત એમ્પલોઈઝ પેન્શન સ્કીમમાં સરકારની 1.16 ટકા ભાગીદારી ચાલુ રહી શકે છે.
સુત્રો અનુસાર, સંસદના શિયાળું સત્રમાં સરકાર સોશિયલ સિક્યોરિટી કોડથી સંકળાયેલ બિલ રજૂ કરવા જઈ રહી છે. બિલ રજૂ થયા પહેલાં તેમાં અનેક બદલાવ થઈ શકે છે. એક સીનિયર અધિકારીનું કહેવું છે કે, અમે સોશિયલ સિક્યોરિટી કોડ બિલને લઈ આ મામલ સાથે સંકળાયેલ લોકો અને સંગઠનો સાથે વાતચીત કરી છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



0 Comments
તમારો સમય આપવા બદલ આભાર
Thanks for your time
आपके समय के लिए धन्यवाद